Instagram Gujarati Love Shayari

Instagram Gujarati Love Shayari

Instagram Gujarati Love Shayari

Instagram એ હવે ફક્ત ફોટા અને reels મુકવાનો પ્લેટફોર્મ નથી રહ્યું, એ આપણા દિલની વાતોને શબ્દોમાં ઢાળવાનો એક માધ્યમ બની ગયું છે. જ્યારે આપણે પ્રેમમાં હોઈએ ને, ત્યારે દિલની લાગણીઓને છુપાવવી મુશ્કેલ લાગે છે. એજ લાગણીને ક્યારેક અમે “Gujarati Love Shayari” રૂપે Instagram પર લખી નાખીએ છીએ. પ્રેમની એ મીઠાશ, એ તરસ, એ યાદોની ગરમી—બધું જ બે લાઈનના શબ્દોમાં કેદ થઈ જાય છે. ક્યારેક કોઈ status વાંચીને લાગે છે, “અરે આ તો મારા દિલની જ વાત છે!” બસ એજ તો Instagram shayariની અસલિયત છે… એ આપણાં હૃદયને સીધા સ્પર્શી જાય છે.

Instagram પર Gujarati Love Shayariનું જાદુ

તું મળે એ જ પ્રાર્થના છે,
બાકી દુનિયા મારી માટે ફક્ત કાગળની કથા છે. ❤️

હું તારી યાદમાં ગુમ છું,
મારો સમય હવે ફક્ત તારા નામે છે.

તું સાથ હોય તો રસ્તા સરળ લાગે,
તું દૂર જશ તો દિલના ઘા બેચેન કરે. 💔

જ્યાં પ્રેમ હોય છે, ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!

જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!

સ્વમાન કહે છે છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન !!

કોઈની સામે માથું ના ઝુકાવનાર માણસ જો
તમારી સામે હાથ જોડીને તમારા પ્રેમની ભીખ માંગે અને જો તમે
એ પ્રેમને ઠુકરાવી દો તો તમારા જેવું બદનસીબ બીજું કોઈ ના હોય !!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!

તારી મરજી યાર ! જયારે મન થાય વાત કરજે
અને મન ના થાય તો ના કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે
તારી ખુશીમાં જ મારી ખુશી છે !!

હસવાથી શરૂઆત થાય અને રડવાથી ખતમ,
બસ આ જ એક જુર્મને લોકો મોહબ્બત કહે છે !!

તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે !!

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે !!

પ્રેમ કરવું તો સહેલું છે,
પણ તારી વિના જીવવું અશક્ય છે.

હું તારી આંખોમાં એ દુનિયા જોયી છે,
જેમાં મારી તમામ ખુશીઓ છૂપી છે. ✨

તું સ્મિત કરે ત્યારે,
મારા બધા દુઃખો મટાઈ જાય છે.

મારા દિલમાં હું કોઈનું નામ લખી 📝 રહ્યો છું
કેટલું સરસ ગુનો કરી રહ્યો છું

Oy સાંભળ જ્યારે તું મારી નજીક નથી હોતી ને
ત્યારે મારું દિલ બહુ દુઃખે છે યાર 🥺

મારી ગાંડી થોડીક નાદાન છે હું વાત ના કરું એને લાગે છે
Maru પ્રેમ ઓછું થય ગયું 🔥😍

પ્રેમમાં છુપાયેલા અનકહ્યા શબ્દો

હોઠો પર નથી, પણ દિલે તો કહી દીધું છે,
તું જ મારી દરેક ધડકનમાં રહી ગયું છે.

કહેવું ઘણું છે, પણ ચુપ રહી જાઉં છું,
કારણ કે તારી આંખો બધું કહી જાય છે.

પ્રેમનો રંગ બોલાતો નથી,
એ તો નજરોમાં ઝળહળાતો છે. ✨

કહેવું તો ઘણું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!

અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો !!

પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે !!

હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.

શબ્દો અધૂરાં પડે છે,
પણ તારી યાદો હંમેશાં પૂરાં કરે છે.

તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!

તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે !!

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

મારી જાન જેવી રીતે હું જરૂરી છું તારી ખુશી માટે
એવી જ રીતે તું પણ જરૂરી છે મારા જીવન માટે

હું મારું દિલ કોઈના પર હાર તો નથી
પણ એની દિલ જીતવા ni અદા મને ગમી ગઈ 😍

મારા insta na ફોટા 📸 પર તો મારી જાન તો શું
એના ઘરવાડા પણ ફિદા છે હો 😅

તું પૂછે છે હું કેમ ચૂપ છું,
અરે! મારા મૌનમાં જ તારી વાર્તા છે.

કેટલાક પ્રેમ એવા હોય છે,
જે બોલવાથી નહીં, અનુભવવાથી સમજાય છે.

બધા સંબંધોને નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું લાગે એ જ પ્રેમ છે !!

મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!

જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં સાબિતી પહેલા હોય !!

Instagram status અને દિલની diary

ક્યારેક statusમાં લખેલું એક જ વાક્ય, દિલની આખી વાર્તા કહી જાય છે,
જેમ diaryના પાનામાં છુપાયેલાં આંસુ, બોલ્યા વગર જ બધું કહી જાય છે.

જે ખામીઓને ખમે,
પ્રેમ તો બસ એને જ નમે !!

કોઇને ગમવા માટે શરીર ની સુંદરતા જરૂરી હોઇ શકે પણ,
ગમતા રહેવા” માટે તો મન ની સુંદરતા જ જોઇએ.

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,
તલાશ એની કરો જે નિભાવી જાણે !!

અગણિત ઈચ્છાનું ફળ મળે,
મને હસીને જયારે તું મળે !!

લોકો likes અને comments જોઈને સ્મિત આપે છે, પણ એને ખબર ક્યાં કે એ શબ્દોમાં કેટલું દુઃખ વહે છે,
જે photo પર હું સ્મિત કરું છું, એની પાછળ અણગણિત તૂટેલા પળો છુપાયેલા છે.

એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય એ જ સાચો પ્રેમ !!

દુઃખ મારું હોય અને આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા તારા માટે શું કરું !!

Instagram મારા માટે ફક્ત social નથી, એ તો મારી diaryનું online રૂપ છે,
જ્યાં દરેક postમાં તારી યાદ, દરેક captionમાં મારી તકલીફ છુપાયેલી છે.

પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!

એક તારીજ યાદો માં ખોવાય જાવ છું
જ્યારે દોસ્તારો પૂછે છે કે તું કોની સાથે રિલેશન માં છે

પ્રેમ ક્યારેય અધુરો નથી રહેતો,
અધુરી રહી જાય છે એકબીજા સાથે રહેવાની ઈચ્છા !!

દલીલનો મતલબ છે કે હું સાચો અને તું ખોટી,
પ્રેમનો અર્થ છે કે હુ ખોટો અને ફક્ત તું સાચી !!

ક્યારેક લાગણીઓને છુપાવવા status લખવું પડે છે, અને ક્યારેક લાગણીઓને જીવી લેવા diary ખોલવી પડે છે,
એકમાં દુનિયા માટે સ્મિત, બીજામાં ફક્ત પોતાના માટે આંસુ…

પ્રેમ બેરોજગારીમાં થતો હોય છે સાહેબ કેમ કે
નોકરી જોઇને તો મોટાભાગે લગ્ન થતા હોય છે !!

તું મારી જિંદગી માં આવી તો ગઈ છે પણ ધ્યાન રાખજે
હું જીવ આપી દઈશ પણ તને જાવ નઈ દવ

પ્રેમ માં ઝૂકવું કઈ મોટી વાત નથી
ચમકો સૂરજ પણ ઠળી જાય છે ચાંદ માટે

તને હસતાં જ્યારે પણ જોઉં છું
બસ આજ દુનિયા છે મારી એવું વિચારું છું

જ્યારે પ્રેમ દુખ સાથે મળે

જ્યારે પ્રેમ દુખ સાથે મળે, દિલમાં એક અજાણી ખાલી જગ્યા ઊભી થાય,
હોઠ પર સ્મિત હોય છે, પણ આંખોમાં અનકહ્યા આંસુ છલકાય.

મૌન ધરીને પણ તું ઘણું બધું કહી જાય છે,
શબ્દોમાં તો આમેય ઘણું અધૂરું રહી જાય છે !!

પ્રેમને સમજવાની કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો ક્યાંય ખોવાઈ જશે !!

ઈચ્છા તને જોવાની નથી,
ઈચ્છા તને જોઇને દુનિયા ભૂલી જવાની છે !!

મારી જાન તારા વગર તો
આખી દુનિયા પણ ફીકી લાગે છે

દિલોજાન થી હિફાજત કરીશ એની
બસ એકવાર એ કહી દે હું અમાનત છું તારી

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય એમને જ ખબર હોય છે !!

પ્રેમ કરવો સહેલો નથી, એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર કરવી પડે છે સાહેબ !!

પ્રેમમાં મળેલા વચનો, દુખમાં ટૂટી ગયેલા સપના બની જાય,
જે હાથ પકડ્યા હતા કાયમ માટે, એ જ હાથ એક દિવસ છૂટી જાય.

પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને કાયદેસર કબજો થાય !!

છોકરી એની સામે જ રડતી હોય છે,
જે તેના માટે #Special હોય છે !!

જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ
તમને જોરદાર નફરત પણ કરી શકે છે !!

એવું જ હોય છે, જેની સાથે પ્રેમ થાય
એ સાવ આસાનીથી મળી જાય તો વિશ્વાસ નથી થતો !!

વધે જો લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો મને કહેજે !!

પ્રેમ કરવો એતો બીજું step છે.
પહેલું step તો એકબીજાની respect કરવી છે

પહેલી વાર મળ્યાં હતાં મુલાકાત હજુ યાદ છે
રાતે મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ હજુ યાદ છે

પ્રેમ દુખ વગર અધૂરો છે, અને દુખ પ્રેમ વગર ખાલી છે,
ક્યારેક બંને સાથે મળે ત્યારે, જિંદગી એક કડવી–મીઠી કવિતા બની જાય છે.

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!

હું Zoya… 🌸
પહેલાં મેં “Punjabi Shayari Love Sad” શેર કરી હતી, અને આજે “Instagram Gujarati Love Shayari” લઈ આવી છું. પ્રેમ ક્યારેય status, post કે likesથી માપી શકાય એવી વસ્તુ નથી… એ તો લાગણીઓની ઊંડાઈમાં જ સમાયેલી હોય છે. Gujarati shayari એ લાગણીઓને બહાર લાવે છે. Instagram પર લખાયેલી એક-એક line ક્યારેક હજારો દિલ સુધી પહોંચે છે, કોઈના ઘાવને સાજા કરે છે, તો કોઈના દિલને વધુ યાદ અપાવે છે.

Scroll to Top