Love Shayari In Gujarati

Love Shayari In Gujarati

Love Shayari in Gujarati – જ્યારે પ્રેમ શબ્દોથી આગળ જાય છે
By Zoya 💌

ક્યારેક એવું થાય છે ને…
કોઈ આવેછે જીવનમાં અને બધું બદલાઈ જાય છે.
તમારાં દિવસોનો અર્થ બદલાઈ જાય છે, તમારી રાતો સ્વપ્નોથી ભરાઈ જાય છે.
આજે હું તમારા માટે Love Shayari in Gujarati લાવી છું – દિલથી, મારી જેમ.

પહેલી નજરનું જાદૂ

તારી આંખોમાં એક એવી વાર્તા છે,
જેને વાંચીને મારું દિલ તારી પાસે રહી ગયું છે.

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!

જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !!

હું જાન બચાવીને રાખું છું એક જાન માટે,
ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો,
એક અંજાન માટે. !!!

તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે !!

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!

મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
રા માટે આખી દુનિયા તમે છો !!

દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!

કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !!

પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો અંત
પ્રેમના કારણે થાય છે !!

દૂર હોવા છતાં નજીક રહેવું

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!

લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !!

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું !!

એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે,
મરવાનું તો એકલા જ છે !!

પ્રેમ નું ગણિત તો અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત ના સમજાય તો શૂન્ય !!

હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે,
ક્યારેક એ અણધારી મુલાકાત કરે તો ?

ફરિયાદ તો બસ ખુદથી છે,
તારાથી તો હંમેશા પ્રેમ જ રહેશે !!

પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ દે !!

હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય !!

ઝૂકીને તારી આગળ આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ જ પ્રેમ કરું છું !!

નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!

મૌનમાં બોલાતી વાતો

એક નજરમાં તું બધું કહી દીધું,
જે શબ્દો પણ કદી ના કહી શકે.

એમ તો ક્યાં કોઈનું થવાય છે,
પણ થવાય છે ત્યારે પોતાનું
પણ ક્યાં રહેવાય છે !!

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

મને થઈ ગઈ છે પ્રેમની બીમારી,
સવાર બપોર સાંજ હવે જરૂરત છે તારી !!

નથી જોઈતી મારે દુનિયાની દોલત,
જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત !!

દિલ ભલે બંનેના ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય એનું નામ પ્રેમ !!

પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!

આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહીં કે અનેક આશાઓ સાથેનું બંધન !!

કોઈ એક વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય એનું નામ પ્રેમ !!

હું તારા જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું !!

એકબીજામાં ખોવાઈ જવું

તારા સ્પર્શમાં હું મને ગુમાવી દઉં છું,
અને એમાં જ મારું જીવન મળી જાય છે.

મળીએ ત્યારે આંખમાં હરખ અને
જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!

આંખોથી તમે કરો છો તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે !!

પ્રેમને સમજવાની કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો ક્યાંય ખોવાઈ જશે !!

પ્રેમ હોય ત્યાં મન ના ભરાય,
મન ભરાય ત્યાં પ્રેમ ના હોય !!

એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય એ જ સાચો પ્રેમ !!

દુઃખ મારું હોય અને આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા તારા માટે શું કરું !!

મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!

જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં સાબિતી પહેલા હોય !!

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા સુધીની સફર !!

જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે !!

Main Zoya hoon…

પાછલી વાર મેં “Love Shayari In Marathi” લખી હતી,
આજે તમારા માટે ગુજરાતી પ્રેમની વાત લાવી છું.

જ્યાં પ્રેમ હશે… પણ સાથ નહીં.

Scroll to Top